થેલી લાઈબ્રરી
શ્રી અરવિંદભાઈ મણીઆરના સ્વપ્નનોને સાર્થક કરતી પ્રવૃતિ એટલે થેલી લાઈબ્રરી, એ કહેતા કે ઘરમાં ફર્નિચર નહીં હોય તો ચાલશે પરંતુ એક એવો કબાટ તો હોવો જ જોઈએ કે જેમાં જીવનનું હકારાત્મક પરીવર્તન કરી શકે તેવી શક્તિ ધરાવતા પુસ્તકો હોય.
શ્રી જી ટી શેઠ સ્કૂલમાં તારીખ 08/07/2025ના રોજ થેલી લાઈબ્રરીનું આયોજન કરેલ હતું, જેમાં શાળાના દરેક વિદ્યાર્થીને અલગ અલગ વિષયના 5 જ્ઞાનવર્ધક પુસ્તકોને એક થેલીમાં, એવી 1000 થેલીમાં 5000 પુસ્તકો આપવામાં આવ્યા, જે પુસ્તકો કબાટમાં મુંઝાતા હતા, એ પુસ્તકો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સુધી પહોંચ્યા તેમજ આડોશ-પાડોશમાં પણ વૈવિધ્યસભર વાંચનનો લાભ મળ્યો.
આ કાર્યક્રમમાં શ્રી અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેન્ટર તેમજ શ્રી જી. ટી. શેઠ સ્કૂલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સતવચનોથી વિદ્યાર્થીઓને વાંચન માટે પ્રોત્સાહિત કર્યા હતા.
થેલી લાઈબ્રરીનો ઉદેશ્ય માત્ર એટલો જ છે કે પુસ્તકાલયમાં રહેલી પુસ્તકોનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે કારણકે અજ્ઞાનના અંધારાને દૂર કરવા માટે પુસ્તકરૂપી પ્રકાશ જ સંસારને અંધકારમાં ડૂબતો બચાવશે.